Subscription

...Empowerment and Enlightenment of Womanhood

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
Main
On Date: 11 July 2021
Activity: Covid-19

યોગી મહિલા કેન્દ્ર દ્વારા ''બાળકોમાં કોવિડ-૧૯ ના સંક્રમણ અટકાયત અને જાગૃતિ અભિયાન'' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મુ.કાનાકુવા, પો.ભાટપુર, તા.સંખેડા મુકામે સંસ્થાના સાધ્વી બહેનો તથા આ વિસ્તારના મહાનુભાવો શ્રીમતિ ગીતાબેન રાઠવા (સાંસદ-છોટાઉદેપુર), શ્રી અભેસિંહ તડવી (ધારાસભ્ય) તેમજ શ્રીમતિ મલકાબેન પટેલે (જિલ્લા પંચાયત પ્રમુખ) ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા.

Main
On Date: 09 July 2021
Activity: Tribal Care

કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૧૫૦ મહિલાઓને સાડી વિતરણ કરીને, વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે. આ કાર્યક્રમમાં માનનીય શ્રીજયદ્રથસિંહજીએ ઉપસ્થિત રહીને સંસ્થાની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી.

Main
On Date: 09 July 2021
Activity: Tribal Care

વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા અતિ ગરીબ જરૂરીયાતમંદ બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.

Main
On Date: 09 July 2021
Activity: Covid-19

આદિવાસી સમાજની મહિલાઓ તથા બાળકોને માનનીય શ્રીજયદ્રથસિંહજી અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા કોવિડ-૧૯ ની ત્રીજી લહેર સામે લડવા માટે ''અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત બિમારીને શરૂઆતના તબક્કે જ ફેલાતી અટકાવવા પ્રાથમિક નિયમો સમજાવી જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Main
On Date: 09 July 2021
Activity: Covid-19

બાળકોમાં ''કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા ૧૦૦થી વધુ મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.