...Empowerment and Enlightenment of Womanhood
હવેથી સ્કૂલ શરુ થઈ રહી છે ત્યારે કોવિડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે શ્રીમતી નંદા જોશી જી અને વડોદરા મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા માંજલપુર, વડોદરામાં તા.22/7/21ના રોજ સરકારશ્રી ની બાળકો માટેની ગાઈડ લાઈનની સમજ મહિલાઓને આપવામાં આવી.
અંતરિયાળ વિસ્તારમાં કોવિડ-૧૯ ની જાગ્રતતા ઓછી હોય છે તેથી યોગી મહિલા કેન્દ્ર દ્વારા ડભોઈ નગર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાની અને અન્ય સભ્યોની સાથે તા.૨૨/૭/૨૧ના રોજ ''બાળકોમાં કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' ડભોઈ ખાતે રાખવામાં આવ્યું જેમાં ડભોઈ તાલુકાના ૧૭૫ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.