Subscription

...Empowerment and Enlightenment of Womanhood

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
01 (3)
On Date: 22 July 2021
Activity: Covid-19

અંતરિયાળ વિસ્તારમાં કોવિડ-૧૯ ની જાગ્રતતા ઓછી હોય છે તેથી યોગી મહિલા કેન્દ્ર દ્વારા ડભોઈ નગર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાની અને અન્ય સભ્યોની સાથે તા.૨૨/૭/૨૧ના રોજ ''બાળકોમાં કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' ડભોઈ ખાતે રાખવામાં આવ્યું જેમાં ડભોઈ તાલુકાના ૧૭૫ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Main
On Date: 18 July 2021
Activity: Covid-19

યોગી મહિલા કેન્દ્ર દ્વારા ''બાળકોમાં કોવિડ-૧૯ સંક્રમણ અટકાયત અને જાગૃતિ અભિયાન'' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ભક્તિધામ, નેત્રંગ, જી.ભરૂચ મુકામે આ વિસ્તારના શ્રી મનસુખભાઈ વસાવા (સાંસદશ્રી), ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો તથા સંસ્થાના સાધ્વી બહેનોએ ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા.

Main
On Date: 09 July 2021
Activity: Covid-19

આદિવાસી સમાજની મહિલાઓ તથા બાળકોને માનનીય શ્રીજયદ્રથસિંહજી અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા કોવિડ-૧૯ ની ત્રીજી લહેર સામે લડવા માટે ''અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત બિમારીને શરૂઆતના તબક્કે જ ફેલાતી અટકાવવા પ્રાથમિક નિયમો સમજાવી જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Main
On Date: 09 July 2021
Activity: Covid-19

બાળકોમાં ''કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા ૧૦૦થી વધુ મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.